Home> Entertainment
Advertisement
Prev
Next

PMને કાગળ લખવાના મામલે નુસરતનો મહત્વનો નિર્ણય, કહ્યું કે...

બોલિવૂડના 40 કરતા વધારે સેલિબ્રિટીઓએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને દેશમાં ધર્મના નામે વધી રહેલા હિંસક અપરાધો મામલે ઓપન લેટર લખ્યો હતો.

PMને કાગળ લખવાના મામલે નુસરતનો મહત્વનો નિર્ણય, કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડના 40 કરતા વધારે સેલિબ્રિટીઓએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને દેશમાં ધર્મના નામે વધી રહેલા હિંસક અપરાધો મામલે ઓપન લેટર લખ્યો હતો. હવે આ લેટર સામે આવ્યા પછી વિવાદ વધી રહ્યો છે. સરકારે આ આરોપને ખોટા ગણાવીને નિવેદન આપ્યું છે ત્યારે ટીએમસી નેતા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ સેલિબ્રિટીઓને પોતાનું સમર્થન આપ્યું છે. બોલિવૂડથી માંડીને ટોલિવૂડ સુધી અનેક સેલિબ્રિટીઓએ ડિમાન્ડ કરી છે કે દેશમાં રામના નામે આચરવામાં આવતા ગુનાઓને રોકવા માટે સરકાર કડક પગલાં લે. 

fallbacks

નુસરત જહાંએ ટ્વિટર પર લાંબી પોસ્ટ લખીને કહ્યું છે કે આપણે દેશમાં વીજળી, રોડ અને બીજા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ પણ હું ખુશ છું કે જવાબદાર નાગરિક તરીકે  બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ પગલું લીધું છે. જનતાનો જીવ બચાવવા માટે આ પગલું લેવું બહુ જરૂરી છે. 

આ પોસ્ટમાં નુસરતે રાઇટર ઇકબાલ અલ્લામા ઇકબાલની કવિતાની પંક્તિઓ લખી હતી કે ''सिर्फ इंसानियत के नाते- गाय के नाम पे, भगवान के नाम पे, किसी की दाढ़ी पे तो किसी की टोपी पे ये खून खराबा बंद करें क्योंकि मजहब नहीं सिखाता, आपस में बैर रखना, हिंदी हैं हम वतन हैं, ये हिदोस्तां हमारा.''

આ ચિઠ્ઠી લખીને સેલિબ્રિટીઓએ પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું છે કે માત્ર પાર્લામેન્ટમાં મોબ લિન્ચિંગની નિંદા કરવાથી કામ નહીં ચાલે. આના વિરૂદ્ધ શું પગલાં લેવાઈ રહ્યા છે એની માહિતી આપવી જોઈએ. સેલિબ્રિટીઓએ ડિમાન્ડ કરી છે કે આવા ગુનાના જામીન ન મળવા જોઈએ અને કડક સજાનું પ્રાવધાન હોવું જોઈએ. સેલિબ્રિટીઓની ડિમાન્ડ પ્રમાણે આવા હત્યારાઓને પેરોલ વગરના આજીવન કારાવાસની સજા આપવી જોઈએ. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More